

એક કલાક પેહલા
- કૉપી લિંક


તમિળ એક્ટર અને સંગીતકાર વિજય એન્ટની તેમની પુત્રીના મૃત્યુના નવ દિવસ પછી જ કામ પર પાછા ફર્યા છે. તે આગામી ફિલ્મ ‘રથમ’નું પ્રમોશન કરતા જોવા મળ્યાં હતાં. નિર્માતા જી ધનંજયને ફિલ્મનું પ્રમોશન કરતા સમયે વિજયની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી અને તેની પ્રશંસા કરી હતી.


જી ધનંજયને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું વિજય સરને નિર્માતાઓ અને દર્શકોની ચિંતા છે, તેથી જ તેઓ અમારી ફિલ્મ ‘રથમ’નું પ્રમોશન કરી રહ્યા છે. તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પ્રેરણા છે. તે નવા માપદંડો સ્થાપિત કરી રહ્યાં છે અને ફિલ્મની આખી ટીમને ટેકો આપવા માટે તેમની અંગત દુઃખદ ઘટનાને બાજુ પર રાખી રહ્યા છે. આભાર સર.


વિજયના વખાણ કરતા ફેન્સે તેમની પુત્રી સાથેની આ તસવીર શેર કરી છે
ફેન્સે પણ વિજયના વખાણ કર્યા હતા
તેમના ફેન્સ પણ આવા મુશ્કેલ સમયમાં વિજયના પ્રોફેશનલિઝમના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક પ્રશંસકે લખ્યું, વિશ્વમાં વિજય એન્ટની જેવો બીજું કોઈ ન હોઈ શકે. તમે અમારા માટે પ્રેરણા છો. ભગવાન તમને શક્તિ આપે.


વિજય અને ફાતિમા તેમની પુત્રીઓ લારા (ડાબે) અને મીરા (જમણે સફેદ ટી-શર્ટમાં) સાથે.
વિજયની પુત્રીએ આત્મહત્યા કરી લીધી હતી
વિજયની 16 વર્ષની પુત્રી મીરાએ 19 સપ્ટેમ્બર, 2023ના રોજ આત્મહત્યા કરી હતી. મીરા તેમના રૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી. વિજય તરત જ મીરાને હોસ્પિટલ લઈ ગયો પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી. મીરાએ આટલું મોટું પગલું કેમ ભર્યું તે હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસે તપાસ શરૂ કરી છે મીરાએ ચેન્નાઈની એક શાળામાં અભ્યાસ કર્યો હતો. તે સ્કૂલ ટોપર્સમાંની એક હતી.
વિજયે તેની પુત્રીના મૃત્યુ પર પ્રતિક્રિયા આપી હતી
મીરાના મૃત્યુ બાદ વિજયે સોશિયલ મીડિયા દ્વારા એક ઈમોશનલ નોટ શેર કરી હતી. તેણે લખ્યું હતું કે, મારી પુત્રી મીરા ખૂબ જ દયાળુ અને બહાદુર છોકરી હતી. તેઓ આ દુનિયા છોડીને એવી જગ્યાએ ગઈ છે જ્યાં જાતિ, ધર્મ, પૈસા, ઈર્ષ્યા, દુ:ખ, ગરીબી જેવી કોઈ વસ્તુ નથી. તે હવે એવી જગ્યાએ ગઈ છે જ્યાં શાંતિ છે. મને લાગે છે કે તે હજુ પણ મારી સાથે વાત કરે છે. તેમના મૃત્યુ પછી હું પણ અંદરથી મરી ગયો છું. હવે મેં મારા મનમાં તેમની સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યું છે.
મીરા સિવાય 48 વર્ષીય વિજયને લારા નામની બીજી પુત્રી છે. વિજયે 2006માં ફાતિમા સાથે લગ્ન કર્યા હતા.