મુંબઈ2 કલાક પેહલા
- કૉપી લિંક


દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવનું 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઈમાં નિધન થયું હતું. હવે ઘણાં લાંબા સમય પછી ફિલ્મમેકર બોની કપૂરે તેમની સ્વર્ગસ્થ પત્ની શ્રીદેવીના મૃત્યુ અંગે ચૂપકિદી તોડી છે.
આ અંગે તેમણે વાત કરતા કહ્યું કે ‘શ્રીદેવી ઘણી વાર ખૂબ જ કડક ડાયટ ફોલો કરતી હતી, તે સુંદર દેખાવવા માટે ક્રેશ ડાયટ કરતી અને તેના કારણે ક્યારેક બેભાન પણ થઈ જતી. મારી સાથે લગ્ન થયા ત્યારે પણ તે બેભાન થઈ જતી. ત્યારે ડૉક્ટરે શ્રીદેવીને બ્લડ પ્રેશરની સમસ્યા હોવાનું નિદાન કર્યું હતું.’


એક ઈન્ટરવ્યૂમાં બોની કપૂરે શ્રીદેવીના મોત અંગે વાત કરી હતી. આ દરમિયાન બોની કપૂરે એક કિસ્સો જણાવતા કહ્યું કે ‘મને નાગાર્જુને પણ એકવાર કહ્યું હતું કે શ્રીદેવી સેટ પર બેભાન થઈ ગયા હતા અને તેથી તેમનો એક દાંત પણ તૂટી ગયો હતો. તેના મૃત્યુ પછી મારે પણ અનેક પરીક્ષણોમાંથી પસાર થવું પડ્યું હતું. મારો લાઈ ડિટેક્ટર ટેસ્ટ થયો હતો. તે એક કુદરતી નહીં પણ એક્સિડેન્ટલ ડેથ હતું. ત્યાર પછી મેં આ વિશે કોઈને વાત નહીં કરવાનો નિર્ણય કર્યો હતો’.