Surya starrer ‘Kanguwa’ teaser released | સૂર્યા સ્ટારર ‘કંગુવા’નું ટીઝર રિલીઝ: સૂર્યા અને બોબી દેઓલની પહેલી ઝલક જોવા મળી, સિનેમેટોગ્રાફી પણ ખૂબ જ શાર્પ છે

[ad_1]

10 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સાઉથના સુપરસ્ટાર સૂર્યા, બોબી દેઓલ અને દિશા પટની સ્ટારર ફિલ્મ ‘કંગુવા’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. 51 સેકન્ડના આ ટીઝરમાં કોઈ ડાયલોગ નથી, માત્ર એક્શન અને એડવેન્ચર સીન્સની ઝલક છે. શરૂઆતમાં મેકર્સ આ ફિલ્મને એપ્રિલ 2024માં સિનેમાઘરોમાં રિલીઝ કરવા જઈ રહ્યા હતા પરંતુ ચૂંટણીને કારણે તેને મોકૂફ રાખવામાં આવી છે. મેકર્સે હજુ સુધી આ ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરી નથી.

ફિલ્મમાં સૂર્યા-બોબીનો ફેસ ઓફ થશે
આ પીરિયડ ડ્રામા ફિલ્મના ટીઝરમાં એક તરફ અનેક આદિવાસી લોકો નજરે પડે છે તો બીજી તરફ લૂટારા જોવા મળે છે. આ બધાની વચ્ચે સૂર્યા પણ ટાઈગર સાથે લડતો જોવા મળે છે. ફિલ્મમાં સૂર્યા, કંગુવા અને બોબી વિલનની ભૂમિકામાં જોવા મળશે. ટીઝરના છેલ્લા ભાગમાં બંનેનો ફેસ ઓફ પણ બતાવવામાં આવ્યો છે. ફિલ્મની વાર્તા તમને ઈ.સ. 1700 થી 2020 સુધીના કાળખંડમાં લઈ જશે.

આ ફિલ્મ 38 ભાષાઓમાં 3Dમાં રિલીઝ થશે
અગાઉ, બોબીના 55માં જન્મદિવસ પર, નિર્માતાઓએ ફિલ્મનું તેનું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કર્યું હતું. ‘કંગુવા’ એક અખિલ ભારતીય ફિલ્મ છે, જે આ વર્ષે લગભગ 38 વૈશ્વિક ભાષાઓમાં રિલીઝ થશે. ફિલ્મમાં સૂર્યા, બોબી અને દિશા ઉપરાંત જગપતિ બાબુ અને યોગી બાબુ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.તેનું નિર્દેશન સિરુથાઈ સિવા દ્વારા કરવામાં આવ્યું છે.

ફિલ્મમાંથી સૂર્યાના બે લુક સામે આવ્યા છે. આ જ પોસ્ટરમાં તે ખતરનાક અને આધુનિક લુકમાં જોવા મળી રહ્યો છે

ફિલ્મમાંથી સૂર્યાના બે લુક સામે આવ્યા છે. આ જ પોસ્ટરમાં તે ખતરનાક અને આધુનિક લુકમાં જોવા મળી રહ્યો છે

બોબી સાઉથના કેટલાક વધુ પ્રોજેક્ટ્સમાં જોવા મળશે
વર્ક ફ્રન્ટ પર, બોબીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘એનિમલ’ હતી જેણે તેની કારકિર્દીને ફરીથી વેગ આપ્યો છે. રણબીર કપૂર સ્ટારર આ ફિલ્મમાં તે વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. બોબી ‘કંગુવા’થી સાઉથમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ સિવાય તે નંદામુરી બાલકૃષ્ણ સ્ટારર ‘NBK109’માં પણ જોવા મળી શકે છે. બોબી પાસે આ દિવસોમાં બોલિવૂડમાં ઘણી મોટી ઑફર્સ છે.

Leave a comment