Taylor Swift : એવી સિંગર જેના કોન્સર્ટની આવક 50 દેશોના GDP કરતા વધારે, ચાહકો 2.3ની તીવ્રતાનું કંપન સર્જે, ક્રૂ મેમ્બર્સને બોનસમાં રૂ.450 કરોડ ચૂકવે

Taylor Swift : એવી સિંગર જેના કોન્સર્ટની આવક 50 દેશોના GDP કરતા વધારે, ચાહકો 2.3ની તીવ્રતાનું કંપન સર્જે, ક્રૂ મેમ્બર્સને બોનસમાં રૂ.450 કરોડ ચૂકવે


અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટ વિશ્વની સૌથી પ્રખ્યાત પોપ સિંગરમાંની એક છે. હાલ તે એક ટૂર યોજી રહી છે, જેણે કમાણીના ઘણા રેકોર્ડને તોડી નાખ્યા છે. ટેલર સ્વિફટે તેના ગીત દ્વારા તો અનેક રેકોર્ડ્સ બનાવ્યા જ છે પરંતુ આ રેકોર્ડ તેના કોઈ ગીતો વિશે નથી, પરંતુ કોન્સર્ટમાંથી થતી એક દિવસની કમાણી અને ટિકિટના ખર્ચ વિશે છે. આ માહિતી જાણીએ તે પહેલા એ જાણી લઈએ કે એક એવી સિંગર જે એક દિવસમાં રૂ.100 કરોડથી પણ વધુ કમાણી કરે છે તે Taylor Swift આખરે છે કોણ…

ટેલર સ્વિફ્ટ અમેરિકાની 33 વર્ષીય પોપ સિંગર છે તેમ જ તેની ગણના વિશ્વની સૌથી લોકપ્રિય હસ્તીઓમાં થાય છે. તેને આપેલા મ્યુઝીક આલ્બમ દ્વારા તેણે કરોડો ચાહકોના દિલો પર છાપ છોડી છે. દાયકાઓથી તેના ગીતોનો જાદુ આખી દુનિયાના પર છવાયેલો રહ્યો છે. આજે પણ તેના ગીતો ચાર્ટબસ્ટર બની રહ્યા છે. જેના જાણીતા ગીતોમાં Blank Space,Love Story, You Belong With Me જેવા સોંગનો સમાવેશ થાય છે.

‘ટૂર ઓફ ધ યર’ બનશે ERAS

તેમાં પણ આ વર્ષમાં મે મહિનામાં બેસ્ટ મ્યુઝીક કોન્સર્ટ આપી ટેલર સ્વિફટે તેના નામ સાથે ઇતિહાસમાં અમીટ છાપ છોડી છે. જ્યારથી ટેલર સ્વિફ્ટે Eras ટૂરની જાહેરાત કરી તે ક્ષણથી એ વાત નકારી ન શકાય કે આ ટૂર તેની ‘ટૂર ઓફ ધ યર’ રહેશે.

કુલ 146 શો, ત્રણ કલાકથી વધુનો કોન્સર્ટ

Eras ટુર એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા જેવા પાંચ ખંડોમાં 146 શો સાથેનો તેનો સૌથી મોટી કોન્સર્ટ ટૂર છે, જે 17 માર્ચ, 2023 ના રોજથી શરૂ થઇ 23 નવેમ્બર, 2024 સુધી ચાલશે. એક કોન્સર્ટ કે જે ત્રણ કલાકથી વધુનો હોય છે તેમાં 44 ગીતોનો સમાવેશ થાય છે.

35 લાખ લોકોએ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું

આ ટૂરની ટિકિટો લાઇવ થતાંની સાથે જ ટિકિટિંગ કંપની સાઈટ ક્રેશ થઇ ગઈ હતી. ટેલર સ્વિફ્ટની લોકપ્રિયતાનો અંદાજ આના પરથી લગાવી શકાય છે. ટિકિટ બુક કરવા માટે 35 લાખ લોકોએ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી 15 લાખને લાઈવ સમયે ટિકિટ ઍક્સેસ થઇ હતી.

આ ટૂરથી સ્વિફ્ટ કરશે રૂ.11 હજાર કરોડ જેટલી કમાણી

અમેરિકા ઉપરાંત વર્લ્ડ ટૂરના અંત સુધીમાં, ટેલર સ્વિફ્ટ રૂપિયા 11 હજાર કરોડ જેટલી કમાણી કરશે. માર્ચ 2024 સુધીમાં, Eras ટૂર 7500 કરોડને વટાવી જશે, જે આ ટૂરને મ્યુઝીક ઇન્ડસ્ટ્રીની અત્યાર સુધીનો સૌથી મોટી ટૂર બનાવશે. રસપ્રદ વાત એ છે કે, હમણાં જ જુલાઈ 2023માં એલ્ટન જ્હોનની 7,770 હજાર કરોડ રૂપિયા સાથે ફેરવેલ ટૂર પૂરી થઈ હતી.

Ed Sheeranનો રેકોર્ડ તોડ્યો

સુત્રોના જણાવ્યા મુજબ, Eras ટૂર માટે કોન્સર્ટ દીઠ એવરેજ 72 હજાર જેટલા લોકોએ કોન્સર્ટમાં ભાગ લીધો હતો. જે 2018માં યોજાયેલ Ed Sheeran, બેયોન્સ અને જૈ-ઝેડની “ઓન ધ રન II ટુર” કરતાં પણ વધુ છે જેમાં એવરેજ 66 હજાર લોકોએ કોન્સર્ટમાં ભાગ લીધો હતો. જયારે ભારતમાં, અરિજિત સિંહના કોન્સર્ટમાં સૌથી વધુ 50 હજાર લોકોની એવરેજ જોવા મળી છે.

ચાહકોના ઉત્સાહે ભૂકંપ સર્જ્યો

Eras ટૂરમાં સિએટલના લ્યુમેન ફીલ્ડ ખાતે યોજાયેલ કોન્સર્ટમાં તો ફેન્સનો એટલે જુસ્સો અને ઉત્સાહ જોવા મળ્યો હતો કે જાણે ત્યાં 2.3 તીવ્રતાનો ભૂકંપ જેટલો કંપન ઉદભવ્યો હોય.

કોન્સર્ટની ટિકિટના ભાવ

અમેરિકામાં આ ટૂર માટે સૌથી સસ્તી ટિકિટ લગભગ 4 હજાર થી 37 હજાર રૂપિયા જેટલી હતી. આ ઉપરાંત VIP પેકેજમાં વહેલા તે પહેલાના ધોરણ હોવા છતાં 16 હજારથી લઈ 74 હજાર રૂપિયા સુધીના ઊંચા ટિકિટ રેટ જોવા મળ્યા છે. જો કે, માર્ચ 2023માં, લાસ વેગાસ લેગની ટિકિટો સૌથી વધુ 78 લાખ રૂપિયાની વેચાય હતી. આ માત્ર ઓથોરાઇઝડ ટિકિટસેલર કંપનીઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ સિવાય અનઓથોરાઇઝડ સેલિંગ તો કદાચ ઘણું બધુ વધારે થયું હોવાની શક્યતા છે. સ્થાનિક એજન્સીઓ અનુસાર, કેલિફોર્નિયાના લેવિઝ સ્ટેડિયમમાં પાર્કિંગની કિંમત પણ 11 હજાર થી 51 હજાર રૂપિયા સુધી થઈ ગઈ હતી.

કોન્સર્ટ ફિલ્મની જાહેરાતનો પ્રી-સેલ્સ એક દિવસમાં 82 કરોડ રૂપિયા

એક રીપોર્ટ અનુસાર, 1 સપ્ટેમ્બરના રોજ, સ્વિફ્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર એક કોન્સર્ટ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ફેન્સ માટે થિયેટરોમાં કોન્સર્ટ મૂવીનો અનુભવ કરી શકે તે માટેની ખાસ જાહેરાત કરવામાં આવી હતી, જે 13 ઑક્ટોબરે રિલીઝ થશે. આ ફિલ્મનો પ્રી-સેલ્સ માત્ર એક દિવસમાં 82 કરોડ રૂપિયાને વટાવી ગયો છે.

એક કોન્સર્ટથી 106 કરોડ રૂપિયાથી વધુની કમાણી

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, ટેલર સ્વિફ્ટ હાલમાં એક કોન્સર્ટમાં 106 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી રહી છે. ટેલર સ્વિફ્ટ આ દિવસોમાં એક નવો રેકોર્ડ બનાવવા જઈ રહી છે. અત્યાર સુધીના પ્રવાસમાં સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટી તરીકે તેનું નામ ઈતિહાસમાં નોંધવામાં આવશે.

ટેલર સ્વિફ્ટના કોન્સર્ટથી સર્જાય છે ચોંકાવનારા આંકડા

ટેલર સ્વિફ્ટ માત્ર એક સિંગર કે સોંગ રાઈટર ઉપરાંત એક માર્કેટિંગ અને બિઝનેસ જિનિયસ સિલેબ્રીટી છે. જે મોડર્ન ટાઇમના ઘણા બિઝનેસ ગુરુને ટક્કર આપે છે. જેમાં લોકલ મીડિયા દ્વારા એકલા ઉત્તર અમેરિકાના ટિકિટના વેચાણમાં અંદાજિત ગ્રોસ $2.2bn(₹18,204 cr)નોંધવામાં આવ્યું છે.

સરેરાશ,જો એક સ્વિફ્ટ ફેન કોન્સર્ટમાં જશે તે અંદાજે $1,300(₹1.07 લાખ) ખર્ચ કરે છે. જેમાં કોન્સર્ટ, હોટેલ, ફૂડ અને મર્ચેન્ડાઇઝિંગનો સમાવેશ થાય છે, જ્યાં કોન્સર્ટ યોજાય છે ત્યાંની લોકલ ઈકોનોમીમાં આ કોન્સર્ટ વધારો કરે છે. એક અભ્યાસ મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે કોન્સર્ટ માટે જે લોકોએ $1,300 ખર્ચ્યા હોય તેવા જ લોકોમાંથી 91% કહે છે કે જેઓ ફરીથી આવા કોન્સર્ટમાં ખર્ચ કરશે!

શિકાગોમાં જયારે સ્વિફ્ટનો કોન્સર્ટ હોય ત્યારે તે દરેક રાત્રે, આશરે 44,000 હોટેલ રૂમ ફૂલી પેક હતા. ફેડરલ રિઝર્વની બેજ બુક અનુસાર, પેન્ડેમિક બાદ ફિલાડેલ્ફિયાના રાજ્યમાં પણ સૌથી વધુ હોટેલ બુકિંગ જોવામાં આવ્યા હતા. જે હોટલ ઇન્ડસ્ટ્રી માટે ફાયદાકારક સાબિત થયું છે.

US અને વર્લ્ડ ટૂરના અંત સુધીમાં, ટેલર સ્વિફ્ટ આશરે $1.4bn (₹11,584.81 cr) જેટલી કમાણી કરશે. જયારે માર્ચ 2024 સુધીમાં, Eras ટૂર $1bnને વટાવી જશે, જે આ ટૂરને મ્યુઝીક ઇન્ડસ્ટ્રીની અત્યાર સુધીનો સૌથી મોટી ટૂર બનાવશે. રસપ્રદ વાત એ છે કે, હમણાં જ જુલાઈ 2023માં એલ્ટન જ્હોનની $939m (₹7,770.09 cr) સાથે ફેરવેલ ટૂર પૂરી થઈ હતી.

તેના કોન્સર્ટથી થતી આવક 50 દેશોના GDP કરતા વધુ આવક

કન્વેન્શન પ્રો રિસર્ચના પ્રમુખ ડેન ફ્લીટવુડે એક રીપોર્ટમાં જણાવ્યું હતું કે આ ટૂર એકલા USAની ઇકોનોમીમાં $5bn (₹41,374.32 કરોડ)નો ઉમેરો કરશે. જેનો અર્થ એ થયો કે જો Eras ટુર એ કોઈ એક દેશ હોત, તો તેની GDP 50 જેટલા દેશ કરતાં વધુ હોત!

લોકલ ઈકોનોમીને પણ પ્રોત્સાહન

સ્વિફ્ટ તેના કોન્સર્ટ માટે જયારે છ દિવસ લોસ એન્જલસમાં હતી, ત્યારે સ્વિફ્ટે $320m(₹2647.95 cr) ની કમાણી કરી હતી. જે દરમ્યાન તેના કોન્સર્ટના કારણે શહેરમાં 3,300 થી વધુ લોકોને ટેમ્પરરી તેમજ કાયમી જોબ મળી હતી.

આથી જ શિકાગોના ગવર્નર જેબી પ્રિટ્ઝકરે પેન્ડેમિક પછી ટ્રાવેલ અને હોટેલ ઇન્ડસ્ટ્રીને ફરી પુશ કરવા બદલ સ્વિફ્ટ અને Swiftiesનો આભાર માન્યો હતો. આ ઉપરાંત UASના ફેડરલ રિઝર્વે પણ સ્વિફ્ટને નેશનલ ટુરીઝમને પ્રોત્સાહન આપવાનો શ્રેય

આપ્યો હતો. તેમજ ચિલીના રાષ્ટ્રપતિ, બુડાપેસ્ટના મેયર અને કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ પણ ટેલર સ્વિફ્ટને પોતાના દેશમાં કોન્સર્ટ કરવા માટે કહ્યું હતું!

ટેલર સ્વિફ્ટની ઉદારતા

સ્વિફ્ટના ક્રૂમાંથી ઘણા લોકોએ આર્ટિસ્ટની જીવન-બદલતી ઉદારતા વિશે વાત કરી છે. અહેવાલો અનુસાર, 29 જુલાઈના રોજ, સ્વિફ્ટે પ્રવાસના લોજિસ્ટિક્સ સાથે સંકળાયેલા 50 ટ્રક ડ્રાઈવરોમાંથી દરેકને 82.74 લાખ રૂપિયા આપ્યા હતા. એક અહેવાલ મુજબ, સ્વિફ્ટે તેના બેન્ડના સભ્યો, ડાન્સર, લાઇટિંગ સ્ટાફ, સાઉન્ડ ટેકનિશિયન અને કેટરર્સને રૂ.455 કરોડ રૂપિયા આપ્યા હતા.

Leave a comment