

5 કલાક પેહલા
- કૉપી લિંક


ફિલ્મ ‘ભગવાન ભરોસે’નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. આ ફિલ્મમાં વિનય પાઠકની સાથે સતેન્દ્ર સોની, સ્પર્શ સુમન, માસુમી માખીજા, શ્રીકાંત વર્મા અને સાવને મહત્ત્વની ભૂમિકાઓ ભજવી છે. શિલાદિત્ય બોરાએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મ 13 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.


‘યુકે-એશિયન ફિલ્મ ફેસ્ટિવલ’માં આ ફિલ્મને ‘શ્રેષ્ઠ ફિલ્મ’નો ખિતાબ મળ્યો છે
ફિલ્મની વાર્તા વર્ષ 1989માં ઉત્તર ભારતના એક ગામડા પર આધારિત છે. તેની શરૂઆત ‘મહાભારત’ શ્રેણી ટીવી પર ટેલિકાસ્ટ થવાથી થઈ રહી છે. ઘણા લોકો ‘મહાભારત’ જોવાની રાહ જોઈને જમીન પર બેઠા છે. એક એવું ગામ જ્યાં લોકો વાંદરાને ભગવાન હનુમાનનું સ્વરૂપ માને છે.
અહીં એવી માન્યતા છે કે, દેવતાઓને ભોજન કરાવતાં પહેલા ભોજન ન કરવું જોઈએ. આવું કરવું એ પાપ ગણાય છે. ફિલ્મમાં ગાય, ફાનસ, બલ્બ, જૂના જમાનાનું ટીવી પણ બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મને 25માં યુકે-એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘શ્રેષ્ઠ ફિલ્મ’નો ખિતાબ મળ્યો છે.


આ ફિલ્મ વિજ્ઞાન અને ધર્મ પર આધારિત છે
‘શહેરમાં દરેક કામ સરકાર કરે છે, ગામમાં બધું ભગવાન કરે છે’, આ માન્યતા ફિલ્મમાં સ્પષ્ટ દેખાય છે. વિજ્ઞાનની પ્રખ્યાત વાર્તાઓ અને આપણી ધાર્મિક વાર્તાઓ ખૂબ જ મનોરંજક રીતે બતાવવામાં આવી છે. આ ગામની શાળાના બાળકો આજે પણ માને છે કે પૃથ્વી શેષનાગના માથા પર બેઠી છે. અહીંના બાળકો ટીવીના મંત્ર અને બ્રહ્માસ્ત્ર મેળવવાની ઇચ્છા ધરાવે છે.
શું નફરતથી ભરેલી આ દુનિયામાં નિર્દોષતા જીતી શકે છે?ફિલ્મની વાર્તા આની આસપાસ ફરે છે.


ફિલ્મને સારા સ્ટાર્સ મળી રહ્યા છે
ઈન્ડિપેન્ડન્ટ ક્રિટિકે ફિલ્મને 4 સ્ટાર આપ્યા અને લખ્યું – ‘આ ફિલ્મ 2023ની મારી ફેવરિટ ફિલ્મોમાંથી એક છે.’ ફ્લિકફિસ્ટે ફિલ્મને 4 સ્ટાર આપ્યા અને લખ્યું – ‘આ એક આશ્ચર્યજનક ફિલ્મ છે.’ ફિલ્મથ્રેટે લખ્યું- ‘આ ખૂબ જ સુંદર ફિલ્મ છે.’