Tiger 3 ટ્રેલર: ઈમરાન હાશમીની ઝલકે જીત્યું ફેન્સનું દિલ, વિલનના લુકમાં લાગે છે સુપર કુલ


નવી મુંબઇ,તા. 16 ઓક્ટોબર 2023, સોમવાર

શાહરૂખ ખાનની ‘પઠાણ’ અને ‘જવાન’ બાદ હવે બોક્સ ઓફિસ પર સલમાન ખાનની સુનામીનો સમય આવી ગયો છે. અભિનેતાની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’ના નિર્માતાઓએ આખરે ફિલ્મનું મોસ્ટ અવેઈટેડ ટ્રેલર રિલીઝ કરી દીધું છે. ‘ટાઈગર 3’નું શાનદાર ટ્રેલર જોઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે અને ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

‘ટાઈગર 3’નું શાનદાર ટ્રેલરમાં ઇમરાન હાશ્મી દમદાર વિલનનો રોલ પ્લે કરી રહ્યાં છે. ટાઈગર ફ્રેન્ચાઈઝીની અગાઉની બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. જે ટ્રેલર સામે આવ્યું છે તે ઘણું શાનદાર છે. ટ્રેલરમાં સલમાન ખાન ફરીથી અવિનાશ રાઠોડના રોલમાં જોવા મળી રહ્યો છે. જેમાં કેટરિના કૈફ અને ઈમરાન હાશમી પણ જોવા મળી રહ્યા છે. કેટરિના જોયાના રોલમાં પતિ સાથે મળીને દુશ્મનોનો સામનો કરતી જોવા મળી રહી છે. 

પરિવાર માટે લડશે ટાઈગર

ટાઈગર 3ના ટ્રેલરની શરૂઆત એક ડાયલોગ “દેશની શાંતિ અને દેશના દુશ્મનો વચ્ચે કેટલું અંતર છે – માત્ર એક માણસ” થી થાય છે. જે બાદ સલમાન ખાન બાઇક સ્ટંટ કરતો જોવા મળે છે.

થોડા દિવસો પહેલા ‘ટાઈગરનો મેસેજ’ના નામે એક વીડિયો સામે આવ્યો હતો. તેમાં પણ આવા જ સવાલો ઉઠી રહ્યા હતા કે ટાઈગર દેશભક્ત છે કે દેશદ્રોહી. ટાઈગર દેશવાસીઓ પાસેથી તેનું કેરેક્ટર સર્ટિફિકેટ માંગી રહ્યો હતો.

આ પછી સલમાન અને કેટરીના કૈફની ખુશીની ક્ષણો સ્ક્રીન પર જોવા મળે છે. જેમાં સલમાન પોતાના પરિવાર એટલે કે પત્ની કેટરિના અને પુત્ર સાથે સુખી જીવન જીવતો જોવા મળે છે.

‘ટાઈગર 3’ની વાત કરીએ તો આ YRF સ્પાય યુનિવર્સની પાંચમી ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે. જેમાં સલમાન ખાન સાથે કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં ઈમરાન નેગેટિવ રોલમાં જોવા મળશે.

‘ટાઈગર 3’ 12 નવેમ્બરે  દિવાળી પર થિયેટર્સમાં રીલિઝ થશે.  આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.

ટાઇગર 3 જોતા પહેલાં કરો આટલુ કામ 

આ ફિલ્મ એક સ્પાઇ એક્શન ડ્રામા ફિલ્મ છે, આ ફિલ્મની સ્ટોરીને સમજવા માટે તમારે ટાઇગર જીંદા હૈ, પઠાન અને વોર જોવી પડશે. કારણ કે, ટાઇગર 3 માં આ ત્રણેય ફિલ્મ એક થવા જઇ રહ્યું છે એટલે કે, ટાઇગર 3માં આ ત્રણેય ફિલ્મોની આગળની સ્ટોરી બતાવવામાં આવશે. શાહરુખ ખાન આ ફિલ્મમાં પઠાન બનીને કેમિયો કરતા જોવા મળશે.

Leave a comment