

હજુ 30 લોકોની સ્થિતિ ગંભીર, બચાવ કાર્ય પુરજોશમાં શરૂ
કોચમાં મોટી સંખ્યામાં મુસાફરો ફસાયા હોવાની આશંકા
Updated: Jun 2nd, 2023
ભુવનેશ્વર, તા.02 મે-2023, શુક્રવાર
ઓડિસાના બાલાસોરમાં આજે સાંજે લગભગ 6.51 કલાકે મોટો અકસ્માત સર્જાયો છે. હાવડાથી ચેન્નાઈ જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન ગુડ્સ ટ્રેન સાથે ધડાકાભેર અથડાઈ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 30 મુસાફરોના મોત નિપજ્યા છે. જ્યારે 179 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો છે તમજ 30 લોકોની હાલત ગંભીર છે. આ ટ્રેન ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિમી દૂર એક ગુડ્સ ટ્રેન સાથે ધડાકાભેર અથડાઈ છે. ગુડ્સ ટ્રેન સાથે અથડાયા બાદ કોરોમંડલ એક્સપ્રેસ 3 સ્લીપર કોચ સિવાય બાકીના તમામ કોચ પાટા પરથી ઉતરી ગયા છે. આ કોચની સંખ્યા 18 હોઈ શકે છે.
મળતા અહેવાલો મુજબ કોચમાં મોટી સંખ્યામાં મુસાફરો ફસાયા છે અને તેમનો બચાવવા સ્થાનીક લોકો મદદે આવી ગયા છે. આ ટ્રેન ચેન્નાઈ સેન્ટ્રલથી કોલકાતાના શાલીમાર રેલ્વે સ્ટેશન વચ્ચે દોડાવાય છે. મળતા અહેવાલ મુજબ ઓડિશાના બાલાસોર પાસે આજે સાંજે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન એક ગુડ્સ ટ્રેન સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રેનના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. હાલ અહીં બચાવકાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. લોકોને હોસ્પિટલ પહોંચાડવા 50થી વધુ એમ્બ્યુલન્સો કામગીરીમાં લાગી ગઈ છે.
એક જ લાઈન પર આવી ગઈ બંને ટ્રેનો
આ અકસ્માતમાં થયેલા નુકસાન અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ ઘણા લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટના કેવી રીતે બની તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, એક જ લાઈન પર બંને ટ્રેનો સામ-સામે આવી જતાં આ ભયંકર અકસ્માત સર્જાયો છે. જાણવા મળી રહ્યું છે કે, સિગ્નલ ખરાબ થવાના કારણે બંને ટ્રેનો એક જ ટ્રેક પર આવી ગઈ અને સામ-સામે અથડાઈ ગઈ હતી. આ અથડામણમાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનને ભારે નુકસાન થયું હતું. લગભગ આખી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હોવાની આશંકા છે. ઘણા લોકો આમાં ફસાયા છે, જેમને સ્થાનિક લોકો બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ બની હતી.