VIDEO : કુસ્તીબાજોને CM મમતા બેનર્જીનું સમર્થન, હાથમાં પોસ્ટર લઈ કોલકાતામાં યોજાયેલ રેલીમાં થયા સામેલ

[ad_1]

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી કુસ્તીબાજોને ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા

મમતાએ કહ્યું, આટલા ગંભીર આરોપો છતાં બ્રિજભૂષણ સિંહની ધરપકડ કેમ કરવામાં આવી રહી નથી

Updated: May 31st, 2023

કોલકાતા, તા.31 મે-2023, બુધવાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હવે કુસ્તીબાજોને ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમણે આજે કોલકાતામાં કુસ્તીબાજોના સમર્થનમાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા આયોજિત રેલીમાં હાજરી આપી હતી. મમતાએ હાથમાં ‘વી વોન્ટ જસ્ટિસ’નું પોસ્ટર પકડીને ભારતના કુસ્તીબાજોને ન્યાય અપાવવા માંગ કરી હતી. તેમણે કહ્યું કે, અમને અમારા કુસ્તીબાજો પર ગર્વ છે.

કુસ્તીબાજોને મમતા બેનર્જીનું સતત સમર્થન

ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના વિરોધમાં વિરોધ-પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોને મમતા બેનર્જીનો સતત સમર્થન મળી રહ્યું છે. ગઈકાલે પણ તેમણે કુસ્તીબાજોની તરફેણમાં નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમારા કુસ્તીબાજોને માર મરાયો અને તેમના પર અત્યાચાર ગુજારાયો… મેં કુસ્તીબાજો સાથે વાત કરી અને તેમને મારું સમર્થન આપ્યું…

બ્રિજભૂષણની ધરપકડની માંગ

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કુસ્તીબાજોના પ્રદર્શનને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પૂછ્યું કે, આટલા ગંભીર આરોપો છતાં બ્રિજભૂષણ સિંહની ધરપકડ કેમ કરવામાં આવી રહી નથી. આજે કોલકાતામાં કુસ્તીબાજોના સમર્થનમાં નીકળેલી રેલી હાજરાથી શરૂ થઈને રવિન્દ્ર સદન ખાતે સમાપ્ત થઈ હતી.

ગંગા નદીમાં મેડલ વહાવવા પહોંચ્યા હતા કુસ્તીબાજો

ઉલ્લેખનિય છે કે, ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ સામે કુસ્તીબાજો એક મહિનાથી વધુ સમયથી વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. કુસ્તીબાજોએ ગઈકાલે ગંગા નદીમાં મહેનતથી જીતેલા મેડલને વહેવડાવવાની જાહેરાત પણ કરી હતી અને આ માટે તેઓ હરિદ્વાર પણ પહોંચી ગયા હતા. જોકે ખાપ અને ખેડૂત આગેવાનોએ સમજાવ્યા બાદ તેમણે મેડલ ગંગામાં વહેવડાવવાનો નિર્ણય પરત ખેંચ્યો હતો અને ખેડૂત આગેવાનોએ સરકારને 5 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.

Leave a comment