VIDEO : ગંગા નદી પર બની રહેલો પુલ બીજી વખત ધરાશાયી, 1717 કરોડનો બ્રિજ નદીમાં બેસી ગયો

[ad_1]

બિહારના ભાગલપુરમાં 1717 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો હતો અગુવાની-સુલતાનગંજ બ્રિજ

ગત વર્ષે 27મી એપ્રિલે આ નિર્માણાધીન પુલનું સુપર સ્ટ્રક્ચર નદીમાં ધરાશાઈ થયું હતું

Updated: Jun 4th, 2023

પટણા, તા.04 મે-2023, રવિવાર

હાલ બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો પુલ ધરાશાઈ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. પત્તાના મહેલની માફત કરોડો બ્રિજ પાણીમાં વહી ગયો છે. આ ઘટનાનો વીડિયો પર સોશિયલ મીડિાય પર વાયરલ થયો છે.  નિર્માણાધીન પુલનો સુપર સ્ટ્રક્ચર નદીમાં ધરાશાઈ થતાં લોકો પુલના કામકાજ પર સવાલો કરી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ આ પુલ 1717 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો હતો. 

બ્રિજનું સ્ટ્રક્ચર ધરાશાયી થવાનું કારણ હજુ અસ્પષ્ટ

ભાગલપુરમાં સુલતાનગંજ-અગુવાની ગંગા નદી પર નિર્માણાધીન ફોર-લેન પુલ ધરાશાઈ થયો છે. નિર્માણાધીન બ્રિજનું સુપર સ્ટ્રક્ચર એકએક તૂટીને નદીમાં ધરાશાઈ થયો છે. અગુવાની તરફનો બ્રિજનો પિલર નંબર 10, 11, 12 ઉપરનું આખું સુપર સ્ટ્રક્ચર કડડભૂસ થઈને પાણીમાં ગરકાવ થઈ ગયું છે. એવું કહેવાય છે કે, જે ભાગ તૂટ્યો તે લગભગ 100 મીટરનો ભાગ છે. જો કે બ્રિજનું સ્ટ્રક્ચર ધરાશાયી થવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ બ્રિજનું નિર્માણ એસ.પી.સિંગલાની કંપની દ્વારા થઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાં બની રહેલો આ પુલ ખગરિયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે બનાવાઈ રહ્યો છે.

ગત વર્ષે પણ પુલનો ભાગ નદીમાં પડી ગયો હતો

ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે 27મી એપ્રિલે આ નિર્માણાધીન પુલનું સુપર સ્ટ્રક્ચર નદીમાં ધરાશાઈ થયો હતો. જોરદાર તોફાન અને વરસાદમાં લગભગ 100 ફૂટ લાંબો ભાગ જમીન પર પડી ગયો હતો. જો કે તે સમયે કોઈ જાનહાની થઈ ન હતી. ત્યારબાદ પુલ બનાવવાનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું… આ વખતે સુપર સ્ટ્રક્ચરનું લગભગ 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. એટલું જ નહીં એપ્રોચ રોડનું 45 ટકા કામ પણ પૂર્ણ થઈ ગયું છે.

Leave a comment