Video: ધબકારા વધી જાય તેવી ઓવરના હીરો બન્યા રવીન્દ્ર જાડેજા, પત્નીને ભેટી પડ્યા, ધોનીને સમર્પિત કરી જીત | IPL 2023 Final: Ravindra Jadeja last over, last moments, win and his wife reactions, See Video.

Video: ધબકારા વધી જાય તેવી ઓવરના હીરો બન્યા રવીન્દ્ર જાડેજા, પત્નીને ભેટી પડ્યા, ધોનીને સમર્પિત કરી જીત | IPL 2023 Final: Ravindra Jadeja last over, last moments, win and his wife reactions, See Video.


Cricket

oi-Manisha Zinzuwadia

|

Google Oneindia Gujarati News

IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આઈપીએલ 2023ની વિજેતા સાબિત થઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં CSKએ ગુજરાત ટાઇટન્સ ટીમને 5 વિકેટે હરાવ્યુ હતુ. આ એક રોમાંચક મેચ હતી જેમાં છેલ્લી ઓવરમાં જીતવા માટે 13 રનની જરૂર હતી.

આ ઓવરના છેલ્લા બે બોલમાં રવિન્દ્ર જાડેજાએ જે રીતે પોતાની ટીમને જીત અપાવી તે જબરદસ્ત હતુ. આ ઓવર મોહિત શર્માએ ફેંકી હતી, જે ખૂબ જ સારો બોલર સાબિત થયો છે અને ફાઈનલ મેચમાં પણ તેણે 3 વિકેટ લીધી હતી.

jadeja

IPL 2023 ધોની માટે ઈમોશન્સથી ભરપૂર, છલકાઈ આંખો, જાડેજાને ઉંચકી લીધો, જુઓ VideoIPL 2023 ધોની માટે ઈમોશન્સથી ભરપૂર, છલકાઈ આંખો, જાડેજાને ઉંચકી લીધો, જુઓ Video

જ્યારે તેણે પ્રથમ 4 બોલમાં માત્ર 3 રન આપ્યા ત્યારે ચેન્નાઈની ટીમ જબરદસ્ત દબાણમાં હતી. રવિન્દ્ર જાડેજાએ છેલ્લા 2 બોલમાં 1 સિક્સ અને 1 ફોર ફટકારીને ટીમને જીત અપાવી હતી. જ્યારે બધું જ ગુજરાતની તરફેણમાં જતુ હોય તેવુ લાગતું હતુ ત્યારે છેલ્લા બે બોલ CSK માટે જાદુ લઈને આવ્યા હતા અને જાદુગર રવિન્દ્ર જાડેજા હતો.

ઓવરની શરૂઆત શિવમ દુબેને પરફેક્ટ યોર્કર ફટકારીને કરવામાં આવી હતી, જેના પર કોઈ રન થયો ન હતો. આગળનો બોલ પણ યોર્કર હતો અને દુબે માત્ર એક રન બનાવી શક્યો. ત્રીજો બોલ પણ એકદમ પરફેક્ટ યોર્કર હતો અને જાડેજાએ સિંગલ લીધો હતો. ફરી એકવાર ચોથો બોલ ખૂબ જ સારો આવ્યો જે લો-ફુલ ટોઝ હતો અને તેણે 1 રન બનાવ્યો.

'હારવાનુ હોય તો, ધોનીથી જ હારવાનુ પસંદ કરતો', IPL 2023 ફાઈનલ ગુમાવ્યા બાદ હાર્દિકે માહીને ગણાવ્યા 'બેસ્ટ'‘હારવાનુ હોય તો, ધોનીથી જ હારવાનુ પસંદ કરતો’, IPL 2023 ફાઈનલ ગુમાવ્યા બાદ હાર્દિકે માહીને ગણાવ્યા ‘બેસ્ટ’

હવે CSK સામે સંકટ ઊભુ થયુ કે આટલી શાનદાર બોલિંગ કરનાર આ બોલર આગામી બે બોલ પર બાઉન્ડ્રી કેવી રીતે આપશે. પરંતુ જાડેજા સામે હતો, જેણે ઘણી વખત CSKની નાવ પાર કરી છે. ક્રિઝમાં ખૂબ ડીપમાં ઊભેલા જાડેજાએ યોર્કર મારવાની રણનીતિ બનાવી જે કામમાં આવી અને તેણે લોંગ ઓન તરફ સિક્સર ફટકારી.

હવે છેલ્લા બોલે જીતવા માટે 4 રનની જરૂર હતી. આગળનો બોલ જાડેજાના પેડ પર પડ્યો, જેને તેણે વિકેટ પાછળ ફેરવીને સીધો ચોગ્ગો ફટકાર્યો અને ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત ટાઇટલ જીત્યુ. આ જીત એટલી આસાન ન હતી પરંતુ રવિન્દ્ર જાડેજાએ તે કરાવી દીધું. જાડેજાની ભૂમિકા ખૂબ મહત્વની હતી, ધોનીએ જીત બાદ તેને ખુશીથી ઉંચકી લીધો હતો.

IPL 2023: ચેમ્પિયન બનતા જ ધોનીએ કરી દીધુ સન્યાસને લઈને મોટુ એલાનIPL 2023: ચેમ્પિયન બનતા જ ધોનીએ કરી દીધુ સન્યાસને લઈને મોટુ એલાન

મેચ બાદ જાડેજાએ કહ્યું કે તે મહેન્દ્ર સિંહ ધોની માટે મેચ જીત્યો હતો. તેણે આ જીત પોતાની ટીમના ખાસ સભ્ય ધોનીને સમર્પિત કરી છે. જાડેજાએ જણાવ્યુ કે તેઓ શું વિચારતા હતા. તેણે કહ્યું કે, મારે બેટને ખૂબ જ ઝડપથી સ્વિંગ કરવું હતું. ભલે ગમે તે થાય. હું મોહિતને સીધો મારવા તરફ જોઈ રહ્યો હતો કારણ કે તે ધીમી બોલિંગ પણ કરી શકતો હતો.

આ દરમિયાન જાડેજાની પત્ની ધારાસભ્ય રીવાબા સ્ટેડિયમમાંથી મેચ જોઈ રહી હતી અને જીત બાદ તેઓ આનંદથી ઉછળી પડ્યા હતા. જાડેજાએ પોતાની ટીમને વિજય અપાવતા જ રીવાબા મેદાનમાં આવીને જાડેજાને ભેટી પડ્યા હતા અને તે એક સુંદર ફિલ્મી દ્રશ્ય જેવુ બની ગયુ હતુ. ખાસ વાત એ છે કે ધારાસભ્ય બન્યા બાદ રીવાબા હવે દરેક મેચમાં જાડેજા સાથે નથી રહેતા. લાંબા સમય પછી જાડેજાની પત્નીની મુલાકાત પણ આ IPLની ખૂબ જ રસપ્રદ ક્ષણ બની ગઈ.

Aaj Nu Rashifal: આજનું રાશિફળ, 30 મે, 2023Aaj Nu Rashifal: આજનું રાશિફળ, 30 મે, 2023

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

 • IPL 2023 Final, GT vs CSK: ડકવર્થ લુઇસના નિયમનુ આવી ગયુ ટાર્ગેટ, ચેન્નાઇએ બનાવવા પડશે આટલા રન
 • IPL 2023 Final, GT vs CSK: સુદર્શનની તોફાની બેટિંગ, ચેન્નાઇને મળ્યુ 215 રનનુ લક્ષ્ય
 • IPL 2023 Final, GT vs CSK: સાહા-સુદર્શનની ફિફ્ટી, 16 ઓવર બાદ કેટલો છે ગુજરાતનો સ્કોર?
 • IPL 2023: ફાઇનલ મેચ જીતનારી ટીમને કેટલુ મળે છે પ્રાઇઝ મની? જાણો
 • IPL 2023: ગુજરાતની સારી શરૂઆત, 11 ઓવરમાં 100 રન કર્યા પુરા
 • IPL 2023: વિરેન્દ્ર સેહવાગે તિલક વર્માને આપી મોટી સલાહ, કહ્યું- આ ટિપ્સ આવશે કામ
 • IPL 2023: ગુજરાતને પહેલો ઝટકો, ધોનીનુ અદ્ભુત સ્ટમ્પિંગ, શુભમન ગિલ આઉટ
 • IPL 2023: નવા નિયમ અને અનોખી વાતો, આ છે IPLના રસપ્રદ ફેક્ટસ
 • CSKએ પણ MI જેવી ભૂલ કરી, શરૂઆતી ઓવરમાં જ શુભમન ગિલને જીવનદાન
 • IPL 2023 Final: ધોનીએ ટોસ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય, ડિફેન્ડિંગ ચેમ્પિયન કરશે પ્રથમ બેટિંગ
 • IPL 2023 Final, CSK vs GT: જાણો ગુજરાત ટાઇટન્સની ફાઇનલ સુધીની સફર
 • IPL 2023 Final, CSK vs GT: કોણ હશે પર્પલ કેપ અને ઓરેન્જ કેપનુ વિજાતા? કોને મળશે પ્લેયર ઓફ ધી મેચ

English summary

IPL 2023 Final: Ravindra Jadeja last over, last moments, win and his wife reactions, See Video.

Story first published: Tuesday, May 30, 2023, 8:31 [IST]

Leave a comment