Video : ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી સામે આવી, જુઓ વીડિયો | Video: The new jersey of the Indian cricket team has come out, watch the video

Video : ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી સામે આવી, જુઓ વીડિયો | Video: The new jersey of the Indian cricket team has come out, watch the video


Sports

oi-Balkrishna Hadiyal

|

Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમની લેટેસ્ટ જર્સી સામે આવી છે. ટીમના સ્પોન્સર બદલાયા બાદ હવે ભારતીય ટીમની ત્રણેય ફોર્મેટની જર્સી લોંચ કરાઈ છે. હવે ભારતીય ટીમની કિટ સ્પોન્સર એડિડાસ છે.

વનડે અને ટી-20 માં ભારતીય ટીમ બ્લૂ જર્સીમાં જોવા મળશે. હવે ડિઝાઇનમાં થોડો ફેરફાર કરાયો છે અને ખભા પર એડિડાસ સિગ્નેચર ત્રણ લાઇનની ડિઝાઇન મૂકાઈ છે. આ સિવાય જર્સીમાં જમણી બાજુ છાતી પર એડિડાસનો લોગો છે અને બીસીસીઆઈનો લોગો ડાબી બાજુએ જોવા મળે છે.

India

બીજી તરફ ટેસ્ટની જર્સીમાં સમાન લાઈનિંગ છે અને બ્લૂ લોગો છે. આ વખતે એડિડાસે જર્સીને ઈન્ટ્રસ્ટિંગ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ટીમ ઈન્ડિયા સૌથી પહેલા સફેદ રંગની જર્સી પહેરશે. ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે. અહીં ભારત ટાઈટલ માટે ઉતરશે.

એડિડાસ પહેલા ભારતીય ટીમની કીટ સ્પોન્સર ટીમ કિલર જીન્સ કંપની હતી. આ પછી એડિડાસ સાથે ડીલ કરાઈ છે. ભારતીય જર્સી કેવી હશે અને ક્યારે આવશે તે જોવાની ચાહકો પણ રાહ જોઈ રહ્યા હતા. જણાવી દઈએ કે, એડિડાસ સ્પોર્ટ્સ વેરના ઉત્પાદનમાં અગ્રણી કંપનીઓમાંની એક છે. આ કંપની સાથે બોર્ડે 2028 સુધી કરાર કર્યા છે.

મુખ્ય જર્સીના લોન્ચિંગ પહેલા ટ્રેનિંગ કીટ પણ જાહેર કરવામાં આવી હતી. આ માટે બીસીસીઆઈએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. હવે મુખ્ય જર્સી લોન્ચ કરાઈ છે. હવે ટીમના તમામ ખેલાડીઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રમવા માટે ઈંગ્લેન્ડમાં છે.

અહીં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7મી જૂને ઓવલ ખાતે રમાશે. આ માટે બંને ટીમો તૈયારીઓ કરી રહી છે.

English summary

Video: The new jersey of the Indian cricket team has come out, watch the video

Story first published: Thursday, June 1, 2023, 23:44 [IST]

Leave a comment