

Updated: Oct 4th, 2023
નવી દિલ્હી,તા. 4 ઓક્ટોબર 2023, બુધવાર
YRF સ્પાય યુનિવર્સ મૂવીઝ ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. હવે અયાન મુખર્જી મનોરંજનના ટ્રિપલ ડોઝ સાથે તૈયાર છે. અયાન મુખર્જી સ્ક્રીન પર એક કે બે નહીં પરંતુ ત્રણ સુપરસ્ટારને એકસાથે લાવવા જઇ રહ્યાં છે.
ફિલ્મ ‘ફાઇટર’નું શૂટિંગ કરી રહેલા ઋત્વિક રોશન આજકાલ ચર્ચામાં છે. જોકે, એક્ટર વોર 2ને ળઇને પણ ચર્ચામાં છે.
કોણ છે તે 3 સુપરસ્ટાર
એક અહેવાલ મુજબ, ‘પઠાણ’ અને ‘ટાઈગર’ વોર-2માં પ્રવેશવા જઈ રહ્યા છે. એટલે કે અયાન મુખર્જી આ ફિલ્મમાં સલમાન ખાન, શાહરૂખ ખાન અને રિતિક ઋત્વિક રોશનને એક સાથે લાવવા જઈ રહ્યો છે. જો આમ થઇ ગયુ તો આ ત્રણેય સુપરસ્ટાર પહેલીવાર સાથે કામ કરશે. રિપોર્ટ અનુસાર, અયાન ઓક્ટોબરમાં વોર 2નું શૂટિંગ શરૂ કરશે, જેમાં એનટીઆર જુનિયર અને કિયારા અડવાણી જોવા મળશે.
હૃતિક રોશન હાલમાં ‘ફાઈટર’ના શૂટિંગ માટે ઈટાલીમાં છે અને તે ટૂંક સમયમાં ‘વોર 2’નું શૂટિંગ શરૂ કરીને પરત ફરશે. દરમિયાન, એનટીઆર જુનિયર સાથે શૂટિંગ શરૂ થવાની સંભાવના છે. આ સિવાય એવા પણ અહેવાલ છે કે, એકટ્રેસ કિયારા અડવાણીને પણ એક્શન-થ્રિલર માટે મુખ્ય ભૂમિકા માટે તૈયાર કરવામાં આવી છે.