Weather Update: દિલ્લી-એનસીઆરમાં સવારે વરસાદ, બેંગલુરુમાં 5 દિવસ માટે યલો એલર્ટ, જાણો દેશમાં મોસમની સ્થિતિ | Weather Update: Rain lashes in Delhi-NCR, heavy rain in Bengaluru, yellow alert issued.

Weather Update: દિલ્લી-એનસીઆરમાં સવારે વરસાદ, બેંગલુરુમાં 5 દિવસ માટે યલો એલર્ટ, જાણો દેશમાં મોસમની સ્થિતિ | Weather Update: Rain lashes in Delhi-NCR, heavy rain in Bengaluru, yellow alert issued.


India

oi-Manisha Zinzuwadia

|

Google Oneindia Gujarati News

Weather Update: દિલ્હી-એનસીઆરની સવારે જોરદાર પવન સાથે ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગરમીમાં ઘટાડો થયો છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે દિલ્હીમાં આખો દિવસ વાતાવરણ ભીનું રહેશે અને આખો દિવસ ભારે પવન સાથે અટકી-અટકીને વરસાદ પડતો રહેશે. પવનની ગતિ 40ની આસપાસ રહેશે. આઈએમડીએ છેલ્લા ત્રણ દિવસથી દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

rain

Gujarat Weather: રાજ્યના આ ભાગોમાં હજુ ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહીGujarat Weather: રાજ્યના આ ભાગોમાં હજુ ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી

આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીની આસપાસ રહી શકે છે. નોઈડામાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી, ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ગુરુગ્રામમાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેવાની ધારણા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને આંદામાન-નિકોબારમાં આજે પણ વરસાદની સંભાવના છે, તેથી અહીં ઓરેન્જ એલર્ટ યથાવત છે. ઉત્તરાખંડ, હિમાચલ અને કાશ્મીરમાં પણ વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે.

કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે પૂરુ કર્યુ ચૂંટણી વચન, 1 જૂનથી મહિલાઓ બસમાં કરશે મફત યાત્રાકર્ણાટકમાં કોંગ્રેસ સરકારે પૂરુ કર્યુ ચૂંટણી વચન, 1 જૂનથી મહિલાઓ બસમાં કરશે મફત યાત્રા

જ્યારે કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં પણ સાંજ સુધી ભારે વરસાદની સંભાવના છે. બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદ થઈ શકે છે. વળી, યુપી-એમપી અને બિહારના વિસ્તારોમાં આજે વરસાદ પડી શકે છે, જેના માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. કેરળમાં હાલમાં પ્રી-મોન્સુન ગતિવિધિઓ ચાલી રહી છે. જેની અસર કર્ણાટક અને આંધ્રમાં પણ જોવા મળી રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બેંગલુરુમાં ભારે વરસાદ ચાલુ છે. જેના કારણે અહીં તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગના અપડેટ મુજબ, બેંગલુરુમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. અહીં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વરસાદને કારણે શહેરના અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની શક્યતાઓ છે.

કર્ણાટક ઉપરાંત કેરળ અને આંદામાનમાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે પૂર્વોત્તર રાજ્યોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Wrestlers Protest: ગંગામાં પદક ફેંકવા પર બૃજભૂષણનુ ચોંકાવનારુ નિવેદન - 'આ તેમનુ સ્ટેન્ડ, અમે શું કરીએ?'Wrestlers Protest: ગંગામાં પદક ફેંકવા પર બૃજભૂષણનુ ચોંકાવનારુ નિવેદન – ‘આ તેમનુ સ્ટેન્ડ, અમે શું કરીએ?’

  • Monsoon 2023 : રાજ્યમાં ક્યારે શરૂ થશે ચોમાસુ? જાણો હવામાન વિભાગની આગાહી
  • Weather Updates: ચોમાસુ પહોંચ્યુ અંદમાન, જાણો તમારા રાજ્યમાં ક્યારે પહોંચશે?
  • IPL 2023 Qualifier 2 GT vs MI: નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પિચ રિપોર્ટ અને અમદાવાદનુ વેધર
  • Weather Update: હવે ગરમીથી મળશે રાહત, ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના, ઓરેન્જ એલર્ટ જાહેર
  • Gujarat Weather: ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
  • Weather Update: ઉત્તર ભારતમાં વરસાદની સંભાવના, દિલ્લી-એનસીઆરમાં ગરમીથી રાહત
  • MI vs LSG Pitch and Weather: એલિમિનેટર મેચમાં કેવો રહેશે ચેપોક્ની પિચ અને ચેન્નઇનો મોસમ મિજાજ
  • Gujarat Weather: ગુજરાતમાં ગરમી ઘટશે, ભેજ વધવાથી બફારો વધશે, જાણો હવામાન વિભાગની આગાહી
  • Weather Update: હવે ગરમીથી મળશે રાહત, દેશના આ ભાગોમાં પડશે વરસાદ અને કરા
  • Gujarat Weather: ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત, અમદાવાદમાં યલો એલર્ટ, વરસાદની કોઈ સંભાવના નહિ
  • Weather Update: દિલ્લીમાં પારો 46ને પાર, લૂ માટે એલર્ટ, દેશમાં આ સ્થળોએ વરસાદની સંભાવના
  • MI vs SRH; મુંબઇ ઇંડિયંસ માટે આજે ખુબ મહત્વનો દિવસ, કેવો રહેશે વાનખેડે સ્ટેડિયમ પિચ અને મૌસમનો મિજાજ

English summary

Weather Update: Rain lashes in Delhi-NCR, heavy rain in Bengaluru, yellow alert issued.

Story first published: Wednesday, May 31, 2023, 9:42 [IST]

Leave a comment