‘Whatever happened between me and Shahrukh was childhood | સની દેઓલે કહ્યું, ‘વિવાદથી બચી શકાતું હતું, પરંતુ સમય જતા હવે બધું સામાન્ય થઇ ગયું’

‘Whatever happened between me and Shahrukh was childhood | સની દેઓલે કહ્યું, ‘વિવાદથી બચી શકાતું હતું, પરંતુ સમય જતા હવે બધું સામાન્ય થઇ ગયું’


44 મિનિટ પેહલા

  • કૉપી લિંક

‘ગદર-2’ની સફળતા બાદ સની દેઓલ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં સની દેઓલે ફિલ્મની સફળતાની પાર્ટી હતી. જેમાં શાહરુખ અને સની દેઓલ એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. જેની ખુબ જ ચર્ચા થઇ હતી. આ બાદ હવે સની દેઓલે આ બાબતે વાતચીત કરી હતી. સની દેઓલે કહ્યું કે તેમની અને શાહરુખ ખાન વચ્ચે જે કંઈ થયું તે બચપણમાં થયું હતું. સનીના કહેવા પ્રમાણે, તેમના અને શાહરુખ વચ્ચે જે પણ વિવાદ થયો તેને ટાળી શકાયો હોત. જોકે, સમયની સાથે શાહરુખ અને સની વચ્ચેના સંબંધોમાં સુધારો થયો છે.

સનીએ કહ્યું કે ‘તે અને શાહરુખ હવે હંમેશા એકબીજાના સંપર્કમાં છે. 1993માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ડર’ બાદ બંને વચ્ચે અણબનાવ થયો હતો. શાહરુખે ફિલ્મમાં સનીના રોલને ઢાંકી દીધો હતો. સનીને આ પસંદ નહોતું. ત્યારથી બંને વચ્ચેના સંબંધો બગડ્યા હતા.’

સનીએ કહ્યું- સંબંધો સુધર્યા, શાહરુખ અને હું ઘણી વાર મળ્યા
સની દેઓલે રજત શર્માના શો આપ કી અદાલત’માં કહ્યું, એક સમય એવો આવે છે જ્યારે વ્યક્તિ જૂની વાતો ભૂલી જાય છે. મને લાગે છે કે (શાહરુખ સાથેનો વિવાદ) થવો જોઈતો ન હતો. તે સમયે અમારું બાળપણ હતું. જો કે,આ બધું પૂરું થઇ ગયું છે. શાહરુખ અને હું એકબીજાને ઘણી વાર મળ્યા છીએ.

અમે ફિલ્મો વિશે વાત કરીએ છીએ. તેમણે આખા પરિવાર સાથે મારી ફિલ્મ જોઈ છે બાદમાં મને ફોન પણ કર્યો હતો.

આમ જોવા જઈએ તો શાહરૂખે થોડા દિવસ પહેલાં ASK SRK સેશનમાં ‘ગદર-2’ નો ઉલ્લેખ કર્યો હતો. એક યુઝરે શાહરુખને પૂછ્યું કે શું તેમણે ‘ગદર-2’ જોઈ છે? જવાબમાં શાહરૂખે કહ્યું કે તેમણે ‘ગદર-2′ જોઈ છે અને તેમને પણ આ ફિલ્મ ગમી છે.’

‘ડર’ ફિલ્મ પછી સંબંધોમાં પડી તિરાડ, 16 વર્ષ સુધી એકબીજા સાથે વાત ન કરી
એક સમય એવો હતો જ્યારે ઇન્ડસ્ટ્રીમાં શાહરુખ ખાન અને સની દેઓલ વચ્ચે ઉદાસીનતાની ચર્ચા સામાન્ય થઇ ગઈ હતી. બંને કલાકારોએ 16 વર્ષ સુધી એકબીજા સાથે વાત કરી ન હતી.

1993ની વાત છે, સની અને શાહરુખે પહેલી અને છેલ્લી વાર ફિલ્મ ‘ડર’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ સુપરહિટ રહી હતી પરંતુ સની આ ફિલ્મમાં પોતાના રોલને કારણે બિલકુલ ખુશ ન હતો.

સની દેઓલ ફિલ્મના ડિરેક્ટર યશ ચોપરા તેમજ તેના કો-સ્ટાર શાહરુખ ખાનથી નારાજ થઈ ગયો હતો. સનીને ચિંતા હતી કે તે ફિલ્મમાં હીરો છે, પરંતુ વિલન બનેલા શાહરૂખે બધી લાઈમલાઈટ ચોરી લીધી હતી

ફિલ્મમાં સનીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને શાહરુખે નકારાત્મક ભૂમિકા ભજવી હતી

ફિલ્મમાં સનીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને શાહરુખે નકારાત્મક ભૂમિકા ભજવી હતી

ગૌરી અને આર્યનએ પણ સની સાથે વાત કરી
એક મીડિયાનેઆપેલા ઇન્ટરવ્યૂમાં, સની દેઓલે તેમની અને શાહરુખ વચ્ચેની વાતચીતની વિગતો આપી હતી. તેણે કહ્યું, ‘શાહરુખ ખાને ‘ગદર-2’ જોઈ છે. ફિલ્મ જોતા પહેલાં તેમણે મને ફોન કર્યો હતો.

તેમણે મને અભિનંદન પણ પાઠવ્યા હતા. શાહરુખ ઘણો ખુશ હતો. તેમણે મને કહ્યું કે હું તારા માટે ખૂબ જ ખુશ છું. શાહરુખ પછી મેં તેની પત્ની ગૌરી અને પુત્ર આર્યન સાથે પણ વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a comment