

9 કલાક પેહલા
- કૉપી લિંક


બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આજે 28મી સપ્ટેમ્બરે 41 વર્ષનો થઈ ગયો છે. પત્ની આલિયા ભટ્ટે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા રણબીરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આલિયાએ તેના માટે એક નોટ લખી છે અને કેટલીક રોમેન્ટિક તસવીરો પણ શેર કરી છે.
આલિયાએ લખ્યું, ‘મારા પ્રેમ.. મારા શ્રેષ્ઠ મિત્ર.. મારી ખુશીની જગ્યા.. કારણ કે તમે તમારા સીક્રેટ એકાઉન્ટથી આ કૅપ્શન વાંચી રહ્યા છો.. હું બસ એટલું જ કહેવા માગુ છું.. જન્મદિવસની શુભેચ્છા. હો બેબી.. તમે બધું જાદુઈ બનાવો છો.
આજે રણબીરના જન્મદિવસના અવસર પર તેની ફિલ્મ ‘એનિમલ’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.


આલિયાએ કેટલીક અનસીન તસવીરો શેર કરી છે
આલિયા દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં ઘણી અનસીન તસવીરો પણ છે. પ્રથમ તસવીર કપલને બતાવે છે, જેમાં રણબીર આલિયા સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યો છે અને ફની પોઝ આપી રહ્યો છે. આલિયા રણબીરના ગાલ પર કિસ આપી રહી છે.
બીજી તસવીરમાં ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોતા બંને કેમેરા સામે ઉભા છે. ત્રીજી અને ચોથી તસવીરમાં રણબીર કપૂર એકલો જ છે.


એક ફોટોમાં આલિયાએ તેમના મહેંદી ફંક્શનની એક રંગીન તસવીર શેર કરી હતી અને છેલ્લી તસવીર દક્ષિણ આફ્રિકાના રણબીરની ક્લોઝ-અપની છે, જ્યારે તેમણે આલિયાને પ્રપોઝ કર્યું હતું.
આ કપલે ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા હતા. લગ્નમાં ફક્ત તેમના પરિવારજનો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. રણબીર-આલિયાએ તેમના લગ્નમાં મહેમાનોને નોન-ડિસ્કલોઝર ફોર્મ ભરવાનું કરાવ્યું હતું, જેના કારણે તેમનો કોઈ ફોટો સોશિયલ મીડિયા પર જોવા મળ્યો ન હતો. હવે આલિયાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટા શેર કર્યા છે.


6 નવેમ્બરના રોજ આલિયાએ એક બાળકીને જન્મ આપ્યો. આલિયાએ સોશિયલ મીડિયા પર બાળકના આગમનની ઓફિશિયલ જાહેરાત કરી હતી.
‘એનિમલ’માં રણબીર કપૂરની ખતરનાક સ્ટાઈલ જોવા મળશે
આ ફિલ્મ તેના પ્રી-ટીઝરના રિલીઝ સાથે ચર્ચામાં આવી હતી. પ્રી-ટીઝરમાં રણબીર કપૂરને ખતરનાક રીતે કુહાડી લઈને ફરતો બતાવવામાં આવ્યો હતો. પંજાબી મ્યુઝિકથી શરૂ થયેલા આ પ્રી-ટીઝરમાં લોકો સોનેરી રંગના માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થશે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના પહેલીવાર સાથે જોવા મળશે.


ફિલ્મની આખી કાસ્ટનો લૂક સામે આવ્યો છે
ફિલ્મના નિર્માતાઓએ એક પછી એક ફિલ્મની સમગ્ર કાસ્ટનો લુક જાહેર કર્યો છે. રણબીર કપૂર, અનિલ કપૂર, રશ્મિકા મંદન્ના અને હવે બોબી દેઓલના પોસ્ટર બહાર આવ્યા છે. પોસ્ટરમાં તે લોહીથી લથબથ જોવા મળી રહ્યો છે.