

India
oi-Balkrishna Hadiyal


દેશમાં તાનાશાહીનું પ્રતિક બનેલા પીએમ મોદી અને તેની સરકાર દેશ માટે મેડલ જીતનારા પહેલવાનોને પણ કંઈ નથી સમજતી. આ જ કારણ છે કે સંસદ ભવન બહાર મહિલા પહેલવાનોને લાઠીઓથી માર્યા બાદ પહેલવાનોએ મેડલને ગંગામાં વિસર્જીત કરવાની જાહેરાત કરી છે.
રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ લાગેલા યૌન ઉત્પીડનના આરોપો પર કોઈ કાર્યવાહી ન થતા પહેલવાનોની ધીરજ ખુટી રહી છે.


ધરપકડની માંગ સાથે પહેલવાનો લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે મંગળવારે વિરોધ દર્શાવવા મેડલને ગંગામાં વિસર્જીત કરવાની જાહેરાત કરી હતી.
આ જાહેરાત બાદ આ મહિલા પહેલવાનો હરિદ્વારમાં એકઠી થઈ હતી. અહીં તેમની સાથે તેના પરિવારના સભ્યો પણ હાજર હતા. અહીં પહેલવાનો મેડલ વિસર્જીત કરે એ પહેલા જ નરેશ ટિકૈતે રોક્યા હતા.
#WATCH | Naresh Tikait arrives in Haridwar where wrestlers have gathered to immerse their medals in river Ganga as a mark of protest against WFI chief and BJP MP Brij Bhushan Sharan Singh over sexual harassment allegations. He took medals from the wrestlers and sought five-day… pic.twitter.com/tDPHRXJq0T
— ANI (@ANI) May 30, 2023
ખેડૂત નેતા નરેશ ટિકૈતે પહેલવાનોને ગંગામાં વિસર્જીત કરતા રોક્યા હતા અને 5 દિવસનો સમય માંગ્યો હતો. આ દરમિયાન રેસલર્સ ભાવુક થયા હતા. ખેડૂત નેતા નરેશ ટિકૈતે કહ્યું કે, અમને ફક્ત 5 દિવસનો સમય આપો.
અહીં તમને જણાવી દઈએ કે, 28 મેના રોજ ક્રિકેટર અનિલ કુંબલેએ પહેલવાનોનેા સર્મર્થનમાં દિલ્હી પોલીસની કાર્યવાહીની નિંદા કરી હતી. પહેલવાનોને સમર્થન આપતાં કુંબલેએ કહ્યું કે, 28 મેના રોજ અમારા કુસ્તીબાજો પર થયેલા હુમલા વિશે સાંભળીને નિરાશા થઈ. યોગ્ય વાતચીત દ્વારા કોઈપણ બાબતનો ઉકેલ લાવી શકાય છે. વહેલી તકે ઉકેલ આવે.
અહીં તમને જણાવી દઈએ કે, 28 મેના રોજ દિલ્હી પોલીસે ઓલિમ્પિક મેડલ વિજેતા પહેલવાનો વિરૂદ્ધ લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે બેરિકેડિંગ કરીને પહેલવાનોને રોક્યા હતા. આ દરમિયાન પહેલવાનો સાથે મારામારી થઈ હતી.
- DU Syllabus: દિલ્હી યૂનિવર્સિટીના સિલેબસમાં પહેલી વીર સમાવેશ થશે વીડી સાવરકર, ગાંધી પહેલા ભણાવામાં આવશે
- સંસદ ભવનનું ઉદ્ઘાટન: કુસ્તિબાજોના વિરોધને ધ્યાનામં રાખી દિલ્હીના લુટિયંસ ઝોનમાં કડક સુરક્ષા
- PM Modi Mann ki Baat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 101માં એપિસોડમાં દેશવાસીઓને કરશે સંબોધિત
- ‘યાદ અપાવતા રહેશે કે અમારે કર્તવ્ય પથ પર ચાલવાનુ છે’, મદુરૈ અધિનમના મહંત પાસેથી Sengol લેવા પર પીએમ મોદી
- નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની બેઠકમાં ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા, સંસદ ભવનના ઉદ્ઘાટનમાં રહેશે હાજર
- NITI આયોગની બેઠકમાં ના પહોંચ્યા 11 રાજ્યોના મુખ્યમંત્રી, જાણો કયા મુદ્દા પર થઇ ચર્ચા
- Petrol-Diesel Price: ક્રૂડ ઓઈલના ભાવમાં ફરીથી તેજી, જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના રેટ
- રાહુલ ગાંધી નવો પાસપોર્ટ બનાવી શકશે, કોર્ટે પરવાનગી આપી
- Flight યાત્રીએ કર્યો હંગામો, પટના જનાર ફ્લાઇટ વારણાસી ડાયવર્ટ, યાત્રીઓને બસથી મોકલવા પડ્યા
- મુખ્યમત્રી બે દિવસના દિલ્હીના પ્રવાસે, નવા સંસદ ભવનના લોકાર્પણમાં લેશે ભાગ
- Petrol-Diesel Price: દેશના આ રાજ્યમાં પેટ્રોલનો ભાવ થયો 170 રુપિયા લિટર, જાણો કારણ
- નવા સંસદ ભવનને નવુ નામ અપાઈ શકે, જાણો શું હોઈ શકે છે નામ?
English summary
Wrestlers in Haridwar: naresh Tikait stopped the wrestlers from sinking the medals