Wrestlers in Haridwar : હરિદ્વારથી પહેલવાનો પરત ફર્યા, ખાપની બેઠકમાં આગામી રણનીતિ નક્કી કરાશે | Wrestlers in Haridwar: Wrestlers returned from Haridwar

Wrestlers in Haridwar : હરિદ્વારથી પહેલવાનો પરત ફર્યા, ખાપની બેઠકમાં આગામી રણનીતિ નક્કી કરાશે | Wrestlers in Haridwar: Wrestlers returned from Haridwar

Published: Tuesday, May 30, 2023, 22:43 [IST]

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની તાનાશાહી વિરૂદ્ધ દેશના મેડલ વિજેતા ખેલાડીઓએ ન્યાય માટે આસું વહેવડાવવા પડી રહ્યા છે. ખેલાડીઓના નામે જસ ખાડવા માટે કુખ્યાત કેન્દ્ર સરકાર ખેલાડીઓને ન્યાય આપવામાં ઉણી ઉતરી રહી છે ત્યારે ખેલાડીઓ પણ લડી લેવાના મૂડમાં છે.

રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ અને જાતિય શોષણના આરોપી બીજેપી સાંસદ બ્રિઝ ભુષણ સિંહ સામે ન્યાય ન મળતા રેસલરો તેમના મેડલને ગંગામાં વહાવી દેવા માટે પહોંચ્યા હતા. જો કે ખેડૂત નેતા નરેશ ટિકૈતે તેમને મનાવીને પરત મોકલ્યા છે અને 5 દિવસનો સમય માંગ્યો છે.

Wrestlers in Haridwar

 

ખેડૂત નેતા નરેશ ટિકૈતે ઘટનાસ્થળે પહોંચીને રેસલરોને મેડલ ગંગામાં ડૂબાડતા અટકાવ્યા હતા. આ દરમિયાન રેસલર્સ ભાવુક જોવા મળ્યા હતા. નરેશ ટિકૈતે કહ્યું કે સમગ્ર ભારત સરકાર એક માણસનું રક્ષણ કરી રહી છે. આવતીકાલે ખાપ બેઠક થશે.

બીજી ક્રિકેટર અનિલ કુંબલે પણ હવે રેસલરોના સમર્થનમાં આવ્યા છે. તેમણે પોલીસની કાર્યવાહીની નિંદા કરીને હલ કાઢવા માટે અપીલ કરી છે. કુંબલેએ કહ્યું કે, 28 મેના રોજ આપણા રેસલરો પર થયેલા હુમલા વિશે સાંભળીને નિરાશા થઈ. યોગ્ય વાતચીત દ્વારા કોઈપણ બાબતનો ઉકેલ લાવી શકાય છે. વહેલી તકે ઉકેલ આવે તેવી આશા.

અહીં તમને જણાવી દઈએ કે, એક તરફ મોદી સરકાર નવી સંસદ ભવનના નામે લોકશાહીના ઉત્સવ હોવાના તાયફા કરી રહી હતી તો બીજી તરફ દેશને ગૌરવ અપાવનારા પહેલવાનોને દિલ્હી પોલીસ લાઠીઓની મારી રહી હતી. નરેન્દ્ર મોદીની તાનાશાહીને લઈને હવે લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે.

 

 

Wrestlers in Haridwar: Wrestlers returned from Haridwar

 

Story first published: Tuesday, May 30, 2023, 22:43 [IST]

 

Leave a comment